• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

લોરિયા શાળા પરિસરમાં જર્જરિત સીઆરસી ભવન તોડવા રજૂઆત

નિરોણા, તા. 26 : લોરિયા શાળા પરિસરમાં આવેલા જર્જરિત સીઆરસી ભવનને સુરક્ષિત રીતે તોડવા અને વિદ્યાર્થીઓને પાણીની સુવિધાઓ મળે તે માટે ટાંકો બનાવવા અંગે માંગ કરાઈ હતી. અગાઉ લેખિતમાં રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં સ્થાનિક લોકો અને વાલીઓએ વહેલી તકે કાર્યવાહી કરવા માગણી કરી હતી. હાલમાં શાળાનાં નવાં બિલ્ડિંગનું નવીનીકરણ થઈ રહ્યું છે અને પરિસરમાં જગ્યા પણ ઉપલબ્ધ છે, તો વિદ્યાર્થીઓનાં હિતમાં પ્રાથમિક સુવિધાઓમાં અડચણો દૂર કરવામાં આવે તે માટે જવાબદાર તંત્રને પગલાં ભરવા કહેવાયું હતું. જો સીઆરસીના જર્જરિત ભવન ધરાશાયી થવાથી કોઈ પણ નુકસાની થાય તો સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને અધિકારીઓની રહેશે તેવું યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd