• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મુંદરા પોર્ટ પર સ્થગીત કરાયેલા કન્ટેનરો પૈકી અડધા ખોલાયા

ગાંધીધામ, તા. 26 : મુંદરા બંદરેથી ડીઆરઆઇએ શંકાસ્પદ 16 કન્ટેનર સ્થગીત કરાયા હતા. આ કન્ટેનરો પૈકીના અડધા જેટલા કન્ટેનરો ખોલીને તપાસ હાથ ધરાઇ છે પરંતુ અત્યાર સુધીમાં કાંઇ ખાસ ન મળ્યું હોવાનું બહાર આવ્યું છે. ડીરેકટારેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ ભરીને ગઇકાલે મુંદરા બંદર પરથી 16 શંકાસ્પછદ કન્ટેનરો સ્થગિત કરાવી સુરક્ષિત જગ્યાએ રખાવવામાં આવ્યા હતા. આ કન્ટેનરોમાં ચાઇનીઝ શંકાસ્પદ વસ્તુઓ હોવાની વાતને પગલે આ કન્ટેનરો રોકાવાયા હતા. આજે આ કન્ટેનરો પૈકી અડધા જેટલા કન્ટેનરો ખોલાવી લેવાયા હતા. પણ અત્યાર સુધીમાં ખાસ કાંઇ બહાર ન આવ્યું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. થોડા સમય પહેલાં દિલ્હીમાં જીપીઆરએસ વાળા સીસીટીવીનું કાંડ બહાર આવ્યું હતું આ ચાઈનીઝ કેમેરા દરયાઈ માર્ગે જ આવ્યા હોવાનું જે-તે સમયે બહાર આવ્યું હતું. ત્યારે બાકી રહેલા કન્ટેનરોમાં શું નિકળે છે તે આગામી સમયમાં ચિત્ર સ્પષ્ટ થશે.

Panchang

dd