ભુજ, તા. 26 : ગરીબ અને લાચાર વ્યક્તિની મદદ
કરવી એ જ ઈદ-એ-મિલાદની સાચી ખુશી હોવાનો સૂર બુધવારે ભુજમાં બાગે રસૂલ કમિટી દવારા
આયોજિત વિશાળ જુલૂસ દરમ્યાન વ્યક્ત કરાયો હતો. ભીડનાકા સ્થિત આઝાદ ચોકથી કોમી એકતા
અને ભાઈચારા સાથે ઉલમાએ કિરામની આગેવાની હેઠળ ઈદે મિલાદના જુલૂસનો પ્રારંભ સંસ્થાના
હોદ્દેદારો, મહામંત્રી હાજી અલીમામદ
જત, હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા, મહમદસિધિક
જુણેજા, ગીનભાઈ કુંભાર, મૌલાના અલીફ દ્વારા
કરાવાયો હતો, જેમાં ઠેર-ઠેર કોમી સદ્ભાવ જોવા મળ્યો હતો. આ જુલૂસનાં
આયોજકોનું મહેશ્વરી સમાજ, ભુજ શહેર કોંગ્રેસ સમિતિ, માનવજ્યોત સંસ્થાના આગેવાનો, કિશોરદાન ગઢવી, રામદેસિંહ જાડેજા, માલશી માતંગ, પ્રબોધ મુનવર સહિતના આગેવાનોએ સન્માન કર્યું હતું. આ જુલૂસ શહેરની મુખ્ય ઈદગાહ
ખાતે સભામાં ફેરવાયું હતું, જ્યાં કમિટીના પ્રમુખ સૈયદ એહમદશાહ
અલહુશેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સંસ્થાના હોદ્દેદારોએ મહેમાનોનું સન્માન
કર્યું હતું. જુલૂસને સફળ બનાવવા સૈયદ નસીબશા, મહમદ ખલીફા,
ઈમરાન રાઠોડ, અખ્તર લાંગાય, ઈમરાન નોડે, ઈમરાન ચવાણ, અનવર નોડે,
ફકીરમામદ કુંભાર, ગની તાલબ, રમજાન સુમરા, આમદ જત, મજીદ પઠાણ,
સરફરાજ જત, ફૈઝલ હિંગોરજા, મોહસીન હાકડા, ગની હાકડા, કાસમ
કેવર, હનીફશા શેખ, ગની માંજોઠી,
હાજી અલી નવાઝી, કૌશર મૌલાના, સલીમ કાદરી, મૌલાના ગગડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ
ઉપપ્રમુખ મહમદ જુણેજાએ કરી હતી.