ભુજ, તા. 26 : ગઇકાલે તાલુકાના ઢોરી સીમમાં
ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ખેલીને રોકડા રૂા. 32,800 સહિત કુલ્લે રૂા. 47,800ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ
ઝડપી લીધા હતા. ગઇકાલે સાંજે ઢોરી સીમમાં મોમાઇ માતાજીના મંદિરી બાજુમાં આવેલા ખેતર
પાસે બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા ધનજી રામા ગાગલ, ઇસ્માઇલ લધા લાખા (રહે. બંને ઢોરી) અને માવજી
સામજી વાણિયા (રહે. કુનરિયા)ને એલ.સી.બી.એ રોકડા રૂા. 32,800, ત્રણ મોબાઇલ કિં.રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 47,800ના મુદ્દામાલ સાથે ઝડપી માધાપર
પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.