નવી દિલ્હી, તા. 26 : ભારતીય પૂર્વ
ક્રિકેટર-કોચ સંજય બાંગરની ટ્રાંસ વિમેન પુત્રી અનાયા બાંગરે દાવો કર્યો છે કે તેને
માર્ચ-2027થી ઓસ્ટ્રેલિયામાં એલિટ મહિલા
ક્રિકેટ રમવાની પાત્રતા મળી ગઈ છે. જો તે સારો દેખાવ કરશે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં
લિંગ પરિવર્તનના માપદંડમાં ખરી ઉતરશે તો ભવિષ્યમાં મહિલા બિગ બેશનો રસ્તો પણ ખૂલી શકે
છે. એક મુલાકાતમાં અનાયા બાંગરે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં જેન્ડર-ડાઇવર્સ
ખેલાડીઓને લઇને સ્પષ્ટ નીતિ છે. જે અનુસાર મને ઓસ્ટ્રેલિયામાં એલિટ મહિલા ક્રિકેટ રમવાની
મંજૂરી મળી ચૂકી છે. અનાયા ભૂતકાળમાં છોકરો હતી ત્યારે અન્ડર-19માં મુંબઈ ટીમ તરફથી રમી ચૂકી છે. અનાયાએ
કહ્યું છે કે બિગ બેશ રમવા માટે તેણે પોતાના શરીરમાં ટેંસ્ટોસ્ટેરોનની માત્ર નિર્ધારિત
સ્થિતિમાં રાખવી પડશે. બીસીસીઆઈ પાસે ટ્રાંસ મહિલા ક્રિકેટરો માટે હાલમાં કોઇ પોલિસી
નથી. જેના પર અનાયાએ નિરાશા વ્યક્ત કરી હતી.