• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ભચાઉ કંથડનાથ મેળામાં માનવ મહેરામણ ઊમટયો

ભચાઉ, તા. 26 : નગરના પ્રાચીન સ્થાનક કંથડનાથ મહારાજના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને મહાદેવનાં દર્શન કરીને મા ભવાનીનાં મંદિરે શીશ ઝુકાવ્યું હતું.  વર્ષ 1956થી આ મેળો ભરાય છે. અહીં ડુંગરેશ્વર મહાદેવ, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ, ભવાનીમાનું મંદિર છે. પ્રસાદની વિશેષતા પેંડા, કાજુ 200 કિલો જેટલા વહેંચાય છે, આ મેળો 71 વર્ષથી ભરાય છે, અગાઉ આખું ગામ પાંખી પાડતું, નાના મોટા વેપારીઓએ અહીં વેચાણ કરી ખુશી વ્યક્ત કરી હતી. આયોજન જિલુભા જાડેજા, પરબત પટેલ, ઈન્દુભા જાડેજાએ સંભાળ્યું હતું મુંબઈથી ભાવિકો આવે છે. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા પરિવાર શ્રદ્ધા સાથે વિકાસ માટે સહયોગી બને છે, મુખ્ય મંદિર ભૂકંપ બાદ 2012માં બહાદુરાસિંહ ભૂતુભા જાડેજા પરિવાર દ્વારા આર્થિક અનુદાન આપી બનાવાયુ હતું. દિવસે અને પૂર્વ રાત્રિએ સંતવાણી યોજાઇ હતી. સંધ્યા આરતીમાં ભાવિકોએ આદેશ આદેશના નારા ગુંજતા કરી ભાવ પ્રગટ કર્યો હતો.

Panchang

dd