કોલંબો, તા. 26 : શ્રીલંકા વિરુદ્ધના વરસાદગ્રસ્ત
બીજા ટેસ્ટમાં ભારતે મજબૂત પકડ જમાવી છે અને વિજયથી માત્ર 4 વિકેટ જ દૂર છે. ફોલોઓન થયા પછી શ્રીલંકાએ
ચોથા દિવસની રમતના અંતે તેના બીજા દાવમાં 6 વિકેટે 229 રન કર્યા
હતા. આથી તે માત્ર 16 રન આગળ છે
અને 4 વિકેટ હાથમાં છે. મેચના આવતીકાલે પાંચમા
અને અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય શ્રીલંકા ટીમને વહેલી તકે ઓલઆઉટ કર્યા બાદ ફટાફટ
વિજય લક્ષ્યાંક હાંસલ કરવાનો રહેશે કારણ કે મેચના પાંચમા દિવસે પણ વરસાદનું જોખમ છે.
શ્રીલંકાએ આજે ચોથા દિવસે તેનો પહેલો દાવ 8 વિકેટે 26પ રનથી આગળ
વધાર્યો હતો અને 290 રને ઓલઆઉટ
થઈ હતી. આથી ફોલોઓન થઈ હતી. શ્રીલંકા તરફથી સોનલ દિનુશાએ લડાયક સદી ફટકારીને 232 દડામાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાથી 103 રને અંતિમ વિકેટના રૂપમાં આઉટ
થયો હતો. આજની બન્ને વિકેટ ભારતના બોલર સારાંશ જૈનને મળી હતી. 213 રનની ખાધ પછી શ્રીલંકાના બીજા
દાવમાં વરસાદને લીધે રમત વહેલી બંધ રહી ત્યારે 6 વિકેટે 229 રન થયા હતા.
જેમાં પસિંદુ સૂર્યબંદારાના 173 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી 92 અને કામિન્ડુ મેન્ડિસના 92 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી પપ રન મુખ્ય હતા. આ બે વચ્ચે ત્રીજી વિકેટમાં 11પ રનની ભાગીદારી થઈ હતી. પહેલા દાવનો સદીવીર
સોનલ દિનુશા 7 અને કેશવ નુવંતા 6 રને નોટઆઉટ રહ્યા હતા. લંકન કપ્તાન ધનંજય
ડિસિલ્વા 23 રને આઉટ થયો હતો. બીજા દાવમાં
ભારત તરફથી માનવ સુથારે 81 રનમાં 2 વિકેટ લીધી હતી. સિરાજ 11માં,
કૃષ્ણાએ 31માં 1, સારાંશએ 55માં 1 અને જાડેજાએ 48માં 1 વિકેટ ઝડપી
હતી.