ભુજ, તા. 25 : કચ્છી લેવા પટેલ સમાજ અને ક.લે.પ.
યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે કચ્છી લેવા પટેલ સમાજ વોલીબોલ ટૂર્નામેન્ટ-2026નું આયોજન કરાયું હતું. દબાસિયા
લોર્ડસ માનકૂવાનાં પ્રાયોજન હેઠળ ભારાસર સ્પોર્ટસ સેન્ટર ખાતે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં
10 ટીમોએ ભાગ લીધો હતો. મિરજાપર
ટીમે ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. દહીંસરા ટીમ રનરઅપ થઇ હતી. બેસ્ટ નેટ પ્લેટર તરીકે
ભરત ખીમાણી, જ્યારે બેસ્ટ સેટર તરીકે
પંકજ પિંડોરિયા પસંદ થયા હતા. ટૂર્નામેન્ટ માત્ર યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહનનું
સ્નેહ, સહકાર અને મહત્ત્વપૂર્ણ માધ્યમ બની હતી. સ્પર્ધા દરમ્યાન
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ ગોરસિયા, મનજી પિંડોરિયા, હરીશ વેકરિયા, સમાજના ટ્રસ્ટીઓ રવજી ખેતાણી,
ગોપાલ વેકરિયા, રામજી સેંઘાણી તથા યુવક સંઘના ટ્રસ્ટીઓ
તથા ભારાસર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.