અયોધ્યા, તા. 26 : રામમંદિરના પૂર્વ મહામંત્રી
ચંપત રાયે ચોંકાવનારી વાત કરતાં કહ્યું હતું કે,
ચડાવાચોરીનો મામલો સામે આવ્યા બાદ તરત એફઆઈઆર એટલા માટે નહોતી કરાવી
કે, તપાસ લાંબી ખેંચાવાથી વિધાનસભા ચૂંટણી પર અસર થઈ શકે છે.
ચંપત રાયે ડાયરીમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર પણ
સવાલ ઉઠાવ્યા છે. એક સંતે મારી સાથે વાતચીતમાં નૃપેન્દ્ર મિશ્રાને ખલનાયક લેખાવ્યા
હતા, તેવો દાવો રાયે કર્યો હતો. નૃપેન્દ્ર મિશ્રા જેવી અનુભવી
વ્યક્તિએ ચાર દિવસમાં 14 ચેનલો સાથે
વાતચીત કેમ અને કોના ઈશારે કરી, તેવો
સવાલ રાયે ઉઠાવ્યો હતો. ચંપત રાયે લખ્યું હતું કે, અખિલેશ યાદવ
સુધી આ વાત ક્યાં માધ્યમથી અને કોણે પહોંચાડી, મારી સામે આ મોટો
પ્રશ્ન છે અને તેની ખબર પડવી જોઈએ.