ગાંધીધામ, તા. 26 : ભાવનગરના ચર્ચાસ્પદ અને ચકચારી
લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે કડક હાથે તપાસનો ધમધમાટ સતત ચાલુ રાખ્યો છે.
આ ગુનાહિત નેટવર્ક સામે તબક્કાવાર કાર્યવાહી કરી એસ.એમ.સી.ની ટીમે સફળતાપૂર્વક વધુ
એક આરોપીને ભચાઉથી પકડી પાડયો છે. તેના રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.
આ અંગે મળતી માહિતી મજુઅબ એસ.એમ.સી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કચ્છ ભચાઉના
ઈશ્વરભા દેવરાજભા ગઢવીની અટકાયત કરવામાં આવી હતી. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસ સાથે
આ શખ્સના સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ, એસ.એમ.સી. મુખ્ય આરોપીઓથી લઈને નેટવર્કમાં મદદગારી
કરનાર તમામ શંકાસ્પદો સામે કાયદાકીય સકંજો મજબૂત કરી રહ્યા છે. ભચાઉના આ શખ્સને રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. થોડા સમય પહેલા
પૂર્વ કચ્છ એલ.સી.બી.એ ભચાઉમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડયું હતું. તે કોને કયાંથી
ઝડપાયું છે તે અંગે પોલીસે હજુ ફોડ નથી પાડયો તથા આ કેમિકલના એફ.એસ.એલ. અભિપ્રાય હજુ
આ... હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું.