• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

કચ્છમાં રમતના વિકાસ માટે સહયોગની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ખાતરી

ભુજ, તા. 26 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશ સંલગ્ન કચ્છ ક્રિકેટ એસોસીએશનના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્રિકેટના સર્વાંગી વિકાસ તથા સ્થાનિક ખેલડીઓને મંચ પૂરો પાડવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બીસીસીઆઈના પૂર્વ સચિવ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના વરિષ્ઠ માર્ગદર્શક નિરંજનભાઈ શાહ, એસસીએના પ્રમુખ અને બીસીસીઆઈ એપેક્ષ કાઉન્સિલના સભ્ય જયદેવભાઈ શાહ, સિલેકટરો મોહનસિંહ, સુધીર તન્ના તથા સુરેન્દ્રનગર રૂરલના છોટુભા ઝાલા જોડાયા હતા. મુલાકાત વેળાએ ઉપસ્થિત ક્રિકેટ ક્ષેત્રના અગ્રણીઓએ રાજેન્દ્રસિંહ જાડેજાને કચ્છ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ તરીકેની મહત્ત્વની જવાબદારી સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. કચ્છમાં ક્રિકેટનો વિકાસ, સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ સારી તકો તથા આ રમતને ઊંચાઈએ લઈ જવા અંગેની પ્રગતિલક્ષી ચર્ચા કરાઈ હતી. કેસીએના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ બીસીસીઆઈ એપેક્ષ કાઉન્સિલના સભ્ય જયદેવભાઈ શાહને કચ્છની આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, જેનો જયદેવભાઈએ  સ્વીકાર્યો કર્યો હતો. રાજેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ ક્રિકેટના સર્વાંગી વિકાસ, રમતવીરોને પ્રોત્સાહન માટે આયોજનપૂર્વક કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી. આ વેળાએ કચ્છ માટે નેટ સાથેની પીચ મેળે તે માટે દરખાસ્ત કરી હતી. જે અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

Panchang

dd