• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

માંડવી જાહેર માર્ગ પર ગંદકી સમસ્યા યથાવત્ : ઉકેલની માંગ

માંડવી, તા. 26 : અહીં છેલ્લા અઠવાડિયા દરમ્યાન બે-ત્રણ વખત નગર સેવા સદનના સફાઈ કર્મચારીઓ દ્વારા સિમેન્ટ પ્લેટફોર્મ સુદ્ધાં સફાઈ કરાઈ હોવા છતાં ગંદકીની સમસ્યા યથાવત્ રહેતી હોવાની ફરિયાદ જાગૃત નાગરિકો દ્વારા ઊઠી હતી. સેનિટેશન કમિટીના ચેરમેન લક્ષ્મીકાંત ફુફલ દ્વારા જાત નિરીક્ષણ કારતાં જાણવા મળ્યું હતું કે, હરિનગર સામે, ઉમિયાનગર, પાટીદાર કોલોની રસ્તે, સુમરાવાસ ત્રિભેટે કચરો  ઠાલવવાની દુષ્વૃત્તિને કારણે ગંદકીથી છુટકારો મળતો નથી. અબોલ જીવો માટે પણ ગંદકી ખતરો બની રહી છે. કચરા કલેક્શન પેટી ખસેડી લેવાયા હતા.  કચરો ફેંકવાની આદત અટકી ન હોવાથી જાગૃત નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો તેમજ જાહેર સૂચનાત્મક બોર્ડ મૂકવા માંગ કરી હતી.

Panchang

dd