મુંબઇ, તા.16 : આઇપીએલ-202પ સીઝનનો પૂર્ણ કાર્યક્રમ આજે
જાહેર થયું છે. 22મી માર્ચે
ઉદ્ઘાટન મેચ વર્તમાન ચેમ્પિયન્સ કોલકતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
વચ્ચે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર રમાશે.
ફાઇનલ મેચની ટક્કર ઇડન ગાર્ડન પર જ થશે. જે
તા. 2પ મેના થશે. આ ઉપરાંત કોલકતામાં જ બીજો
ક્વોલીફાયર મેચ 23 મેના રમાશે.
જયારે 20 અને 21 મેના પહેલી કવોલીફાયર અને એલિમિનેટર
મેચ હૈદરાબાદ ખાતે રમાશે. 22 માર્ચ શનિવારે
આઇપીએલના પ્રારંભિક મેચના બીજા દિવસે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. જેમાં સનરાઇઝર્સ
હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સ હશે અને રાત્રીના મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો સમાનો
મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. આ વખતે તમામ 10 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. એ ગ્રુપમાં કેકેઆર, આરસીબી, આરઆર,
સીએસકે અને પીબીકેએસ છે જ્યારે એસઆરએચ, ડીસી,
જીત, એમઆઇ અને એલએસજી ગ્રુપ બીમાં છે. ટીમો તેમના
ગ્રુપની અન્ય ટીમો સામે બે મેચ અને બીજા ગ્રુપની ટીમ સામે એક વખત રમશે. સીએસકે અને
એમઆઇ એક જ ગ્રુપમાં ન હોવા છતાં બે વખત ટકરાશે.
આઇપીએલ-202પમાં 6પ દિવસમાં કુલ 74 મેચ રમાશે. આ દરમિયાન 12 ડબલ હેડર હશે. જે તમામ શનિ
અને રવિવારે રમાશે. રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઇટન્સ
બપોરના 3-3 મેચ રમશે. અન્ય ટીમ બપોરના 2-2 મેચ રમશે. બપોરના મેચ 3-30થી અને રાત્રીના મેચ 7-30થી શરૂ થશે. કાર્યક્રમમાં 13 મેદાનના નામ છે. જેમાં તમામ
10 ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ ઉપરાંત
ગુવાહાટી, વિશાખાપટ્ટનમ 2-2 મેચની યજમાની કરશે અને ધર્મશાલા
3 મેચની યજમાની કરશે. પંજાબના 3 મેચ ધર્મશાલામાં રમાશે. પંજાબ એકમાત્ર એવી
ટીમ છે જેને સતત ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડ (ધર્મશાલા) ખાતે રમવાનો મોકો મળશે.