• બુધવાર, 12 માર્ચ, 2025

અખિલ કચ્છ નોડે સમાજ ક્રિકેટ સ્પર્ધામાં કિંગ એરોન ટીમ વિજેતા

ભુજ, તા. 8 : અખિલ કચ્છ નોડે સમાજ દ્વારા સુપર એઈટ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન મીરજાપર ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, તેમાં કચ્છની નોડે સમાજની 14 ટીમોએ ભાગ લીધો હતો. અંતમાં ફાઈનલ મેચ કિંગ એરોન ઈલેવન અને અરબાબ નાગોર (અબડાસા) વચ્ચે રમાઈ હતી. રસાકસી બાદ કિંગ એરોન ભુજનો 11 રનથી વિજય થયો હતો. મહેમાનોનું સન્માન મુસ્તાક એ. નોડે તથા તેની ટીમે કર્યું હતું.  જેમાં ફાઈનલનો ટોસ ગનીભાઈ કુંભારે ઉછાળ્યો હતો. ટ્રોફી સમાજ અગ્રણી અનવર જુમા નોડે, ગનીભાઈ, ઈમરાન જે. નોડે ભુજ વિજેતા કેપ્ટન અશરફ આઈ નોડેને આપી હતી. જુમા નોડે, ઈકબાલ નોડે, અલીમામદ નોડે, રાયબ નોડે, અકબર નોડે, અકિલ નોડે, જુમાભાઈ નોડે ઉપસરપંચ (મીસરીયાડો) હાજર રહ્યા હતા. આયોજન મુસ્તાક એ. નોડે, અશરફ નોડે, રફિક નોડે, અહેમદ નોડે, અયુબ નોડે, ઈલિયાસ નોડે, સોયબ નોડે, શકુર નોડે, અસલમ નોડેએ સંભાળ્યું હતું. મેન ઓફ ધ સીરીઝ ભચુ ભચાયા નોડે, બેસ્ટ બોલર સકીલ નોડે, બેસ્ટ બેટ્સમેન નઝીર નોડે, બેસ્ટ ફિલ્ડર સાલેમામદ નોડે, ફાઈનલ મેન ઓફ ધ મેચ સોયબ નોડે રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd