• શુક્રવાર, 06 માર્ચ, 2026

રસ્તા-પુલના કામો ટકાઉ અને મજબૂત કરવા અનુરોધ

નખત્રાણા, તા. 5 : અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાઓમાં લોકોને અગત્યની પાયાની સુવિધાઓ પૂર્ણ કરવા કેન્દ્ર, રાજ્ય સરકારોની નેમથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની મહેનત અને કોઠાસૂઝથી રસ્તા, પુલ, પાપડી, પાણી, આરોગ્ય, શિક્ષણ, યાત્રાધામો, પ્રવાસન સહિતના અનેકવિધ વિકાસકામો માટે કરાયેલી દરખાસ્તો મોટાભાગે તંત્ર દ્વારા મંજૂર કરાઇ છે તેવું જણાવાયું હતું. દરખાસ્તોના કામોના વર્કઓર્ડરના કામો વહીવટી પ્રક્રિયામાં ગતિમાં છે, જ્યારે આવશ્યક વિસ્તારમાં કરવાના વિકાસ કામોની કરાયેલી દરખાસ્તો સરકારી બજેટમાં થશે તેવું વર્તમાન સરકારના રાજકીય અગ્રણીઓ સૂત્રોએ જણાવ્યું હતું. પૈકી છેલ્લા બે દિવસમાં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાકામો રૂપિયા 7 કરોડથી ઉપરની રકમથી નિર્માણ થનાર વિવિધ વિકાસકામોનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે સત્તાધારી ભાજપના પદાધિકારી જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. નખત્રાણા તા. ભાજપ દ્વારા આયોજીત નખત્રાણા તા.ના વિવિધ રસ્તા, નાળા, પુલના કામો રૂા. 279.87 લાખના કામોનું ખાતમુહૂર્ત મુખ્ય મહેમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. સ્થાનિક ગ્રામ પંચાયતથી તાલુકા, જિલ્લા, રાજ્યથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો લોકભલાઇના વિકાસકામો કરવા કટીબદ્ધ છે. લોક જાગૃતિ તથા જનતાના મતથી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની કાર્ય પદ્ધતિ કુશળતાથી આધારીત તથા વિકાસકામો ઉપર થતા કામોમાં ભ્રષ્ટાચાર રહિત મજબૂત, ટકાઉ કામ થાય તે જોવાની જવાબદારી સ્થાનિક લોકોની છે. અગર જો કામ નબળા શંકાસ્પદ જણાય તો કામ અટકાવી અવાજ ઊઠાવવો જોઇએ તેવું અંગિયા નાના-મોટા પાસે આવેલી ભૂખી નદી ઉપર રૂા. 139.83 લાખના ખર્ચે નિર્માણ થનાર પુલ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યે જણાવી વિકાસકામો ક્વોલિટીયુક્ત થાય તે જોવાની જવાબદારી સ્થાનિક લોકોએ સમજવા જણાવ્યું હતું. નખત્રાણામાં તાલુકા કક્ષાની રૂા. 55 કરોડના ખર્ચે સુવિધાપૂર્ણ `િમનિ જનરલ હોસ્પિટલ તથા રૂા. 10 કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય સહિત અનેક વિકાસકામોના નિર્માણ સૌનો સાથે સૌના સહકાર થકી લોકઉપયોગી કામો થયાનો જણાવ્યું હતું. રસ્તા-પુલ પાપડીના કામો આગામી ચોમાસા સુધી પૂર્ણ કરવા કોન્ટ્રેક્ટરોની તાકીદ કરવામાં આવી છે, જેથી અધૂરા કામોને લીધે વરસાદના કારણે વિખૂટા પડી જતા ગામોની સમસ્યા ન રહે. આ પ્રસંગે આરંભમાં ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડએ સ્વાગત પ્રવચન તથા વિકાસકામોની વિગતો આપી હતી. ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણીજયસુખભાઇ પટેલ, ચંદનસિંહ રાઠોડ, અગ્રણીઓ લાલજીભાઇ રામાણીએ લોકભલાઇના કામો સરકારની ઉદારતાથી અઢળક કામોથી લોકોની સુખાકારી થઇ હોવાનું પ્રવચનમાં જણાવ્યું હતું. તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલ, જિ.પં. આ. સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, લીલાબેન મહેશ્વરી, નયનાબેન પટેલ, કરશનજી જાડેજા, સ્વાતિબેન ગોસ્વામી, હોતખાન મુતવામહેન્દ્રસિંહ સોઢા, હંસાબા જાડેજા, ઇકબાલ ઘાંચી, નૈતિક પાંચાણી, જિતેન્દ્રસિંહ જાડેજા, વસંતભાઇ વાઘેલા, મંગળાબેન વાઘેલા, જયાબેન ચોપડા, ખેંગારભાઇ રબારી, દિલીપભાઇ નરસીંગાણી, શિવાભાઇ પલણ, સ્થાનિક આગેવાનો ગોપાલભાઇ ગરવા, હંસાબેન પટેલઅમૃતભાઇ ગરવા, વેલાભાઇ રબારી, કૌશિક મારાજ, રબારી સોનાભાઇ, લક્ષ્મણભાઇ વેસાભાઇ, શંકરનાથ  નાથબાવા, પન્ના જેશા રબારી, હુસેન બકાલીરાણાભાઇ રબારી, હીરાભાઇ પટેલ, મહેન્દ્ર પારસિયા, દિનેશ કેશરાણી, કાંતિ પટેલ, વેડહાર ખાતે હરેશદાન ગઢવી, જબાર જત, ભુરજી માસ્તર, સોઢા સોનજી, સવાઇસિંહ ઉપસ્થિત રહ્યા હતા. મોટા અંગિયા ગ્રામજનો દ્વારા નવનિયુક્ત જિલ્લા બક્ષીપંચ મોરચાના ખેંભારભાઇ રબારી, જિ.મંત્રી નયનાબેન પટેલનું સન્માન કરાયું હતું. કાર્યક્રમોનું સંચાલન આભારવિધિ હરિસિંહ રાઠોડે જ્યારે વેડહાર (ફુલાય) નદી પર પુલ રૂા. 63.91 લાખનું કામ તથા અમૃત ફાર્મ રોડ પર રૂા. 76.13 લાખ ખર્ચે પાપડી કામ કરાયું હતું. 

Panchang

dd