નવી દિલ્હી, તા. 5 : પશ્ચિમ એશિયામાં
ચાલી રહેલા સંકટે હવાઈ સફરને અસ્તવ્યસ્ત કરી છે. ઈરાન ઉપર અમેરિકા અને ઈરાન દ્વારા
કરવામાં આવેલા હુમલાથી ઉથલપાથલ શરૂ થઈ છે અને ખાડીના ઘણા દેશો દ્વારા એરસ્પેસ બંધ કરી
દેવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાયા છે અને હજારો ઉડાન રદ કરવામાં
આવી છે. ભારતથી લઈને ખાડી દેશ સુધી એરલાઈન્સ હવે વિશેષ ઉડાન મારફતે ભારતીય નાગરિકોને
સ્વદેશ લાવવાની કવાયત કરી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર મંગળવાર સુધીમાં
ભારતીય એરલાઈન્સની 1221 આંતરરાષ્ટ્રીય
ઉડાન અને વિદેશી એરલાઈન્સની 388 ઉડાન રદ કરવામાં
આવી હતી. બુધવારે ભારતીય એરલાઈન્સે 58 વિશેષ ઉડાન ચલાવવાની યોજના બનાવી હતી. જેમાં ઈન્ડિગોની 30 અને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા
એક્સપ્રેસની 23 ઉડાન સામેલ છે. ઈન્ડિગો આ સંકટમાં
સૌથી વધારે પ્રભાવિત એરલાઈન્સમાંથી એક છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે
કે 28 ફેબ્રુઆરીથી બાદથી 500થી વધુ ઉડાન રદ કરવામાં આવી
છે. આ સંખ્યા મોટી છે અને તેનાથી યાત્રીઓને પરેશાની થઈ છે. ઉલ્લેખનીય છે કે બહરીન, દોહા અને કુવૈતના એરપોર્ટ યાત્રી સેવા માટે
પૂરી રીતે બંધ છે. એમિરેટ્સ અને એર અરેબિયાએ પુષ્ટિ કરી હતી કે દુબઈથી આવતીજતી ફલાઈટ્સ
શનિવારે મધરાત સુધી રદ રહેશે. બીજી તરફ ડીજીસીએએ પણ તમામ ભારતીય એરલાઈન્સને દિશાનિર્દેશ
આપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેહરાન, તેલ અવીવ,
બેરુત, જેદ્દા, બહરીન,
મસ્કત, બગદાદ, અમ્માન,
કુવૈત અને દોહા જેવા હા રિસ્ક ઝોનના એરસ્પેસથી દૂર રહેવામાં આવે.