• શુક્રવાર, 06 માર્ચ, 2026

વિવિધ કૌશલ્યમાં પારંગત, રાષ્ટ્રસેવામાં સમર્પિત યુવાનોના સંગઠનનો પ્રયાસ

ભુજ, તા. 5 : મુંદરા રોડ, ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે તા. 6થી 12 માર્ચ સુધી રાત્રે 8.30થી 11.30 સુધી `હનુમાન ચરિત્ર યુવા કથા' કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના વ્યવસ્થાપક સંત શાત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા ભુજમાં યોજાશે. રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન અને રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર પરિવાર તેમજ કાનજી મૂળજી રાબડિયા પરિવારના યજમાન પદે યોજાનારી આ કથાના યજમાન  અનિલ હરિશંકર અજાણી (ગોર)એ જણાવ્યું હતું કે, સ્વામી હરિપ્રકાશદાસજીનું એવું સ્વપ્નું છે કે, ભારતમાં સનાતન ધર્મને અનુસરીને વિવિધ કૌશલ્યમાં પારંગત અને રાષ્ટ્રસેવામાં સમર્પિત યુવાનોનું સંગઠન થાય કે જે હંમેશાં સમાજ અને રાષ્ટ્રની સેવામાં તત્પર રહે. શ્રી ગોરએ વધુમાં જણાવ્યું કે, તા. 6 માર્ચથી તા. 12 માર્ચ સુધી સાત દિવસ ચાલનારી આ કથા પૂર્વે 1 માર્ચના પરોઢે 5.30 વાગ્યે પ્રભાતફેરી રામધૂન પાસેથી કષ્ટભંજન હનુમાનજી (સ્વામિનારાયણ પ્રસાદી મંદિર)નાં દર્શન કર્યાં હતાં. દરરોજ કથા બાદ શ્રોતાઓ માટે અલ્પાહાર પ્રસાદની પણ વ્યવસ્થા રહેશે. કથાના ઉપલક્ષ્યમાં ટાઉનહોલથી ટીન સિટી ગ્રાઉન્ડ સુધી બાઇક રેલી યોજાઇ હતી, જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત અગ્રણીઓ જોડાયા હતા. તા. 6 માર્ચના પોથીયાત્રાનું આયોજન સૂરમંદિર સિનેમાથી ટીન સિટી ગ્રાઉન્ડ સુધી કરાયું છે. 

Panchang

dd