નવી દિલ્હી, તા. 5 : પશ્ચિમ બંગાળમાં
ચૂંટણીના એક મહિના પહેલાં જ રાજ્યપાલ સી.વી. આનંદ બોસે ગુરુવારે રાજીનામું આપી દીધી
હતું. તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને બંગાળની વધારાની જવાબદારી સોંપાઈ છે. મુખ્યમંત્રી
મમતા બેનર્જીએ આ રાજીનામાં પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ મારો અભિપ્રાય લીધો જ
નથી. આ કેન્દ્રનો એકતરફી ફેંસલો છે. બીજી તરફ લદ્દાખના ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ
પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું મોકલી દીધું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે,
બોસના કાર્યકાળ દરમ્યાન અનેકવાર મમતા સરકાર અને રાજભવન વચ્ચે વિવિધ મામલે
મતભેદો સામે આવ્યા હતા, ત્યારે આ રાજીનામાંનો ઘટનાક્રમ ધ્યાન
ખેંચનારો બની રહ્યો છે.