• શુક્રવાર, 06 માર્ચ, 2026

આસામમાં સુખોઈ યુદ્ધવિમાન અચાનક ગાયબ !

નવી દિલ્હી, તા. 5 : ભારતીય વાયુદળનું સુખોઈ એસયુ-30 એમકેઆઈ યુદ્ધ વિમાન ગુરુવારે આસામમાં અચાનક રડારની નજરમાંથી ગાયબ થઈ ગયું હતું. વિમાન સાથે રડારનો સંપર્ક તૂટયા પછી તરત સ્થિતિ જાણવા માટે શોધ અને તલાશ અભિયાન છેડાયું હતું. આજે સાંજે લગભગ સાત વાગ્યે કર્બી આંગલોંગ જિલ્લામાં ગાયબ થયું હતું. એહવાલોમાં તો એવો દાવો કરાયો છે કે, સુખોઈ યુદ્ધ વિમાન તૂટી પડયું છે અને લોકોએ તેના ધડાકા સાંભળ્યા છે. રડારથી સંપર્ક તૂટયા પછી તરત ભારતીય વાયુદળે એલર્ટ જારી કરીને તેની ટીમ આસામ રવાના કરી હતી. હાલ તુરત, વિમાનની સટિક સ્થિતિ અને સંપર્ક તૂટવાનાં કારણોની તપાસ શરૂ કરાઈ હતી. 

Panchang

dd