• શુક્રવાર, 06 માર્ચ, 2026

નાની ચીરઈમાં પૈસા બનાવવાની લાલચે બેભાન કરીને પરિણીતા ઉપર બળાત્કાર ગુજરાયો

ગાંધીધામ , તા. 5 : ભચાઉ તાલુકાના નાની ચીરઈમાં  મહિલાને અર્ધબેભાન કરીને બળાત્કા ગુજારવાર મામલે એક મહિલા સહીત જણા સામે ફરીયાદ નોંધાવાઈ છે. બીજી બાજુ ગાંધીધામમાં ત્રણ શખ્સોએ મહિલા ઉપર સામુહીક બળાત્કાર ગુજાર્યો હોવાનો  બનાવ   પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  ભચાઉ તાલુકાના નાની ચીરઈમના ગત ઓગષ્ટ મહીનામાં બનેલા બનાવ મામલે  ભોગ બનનાર મહિલાએ સાયલના ભુવાજી વિક્રમ  ભરવાડ, ઉમર આચર જતઅનવર છરઉમર  જતહાજી મખણ જતઅલી સાલેમામદ  જત, ઓસમાણ સાલેમામદ જત,   ઈસ્માઈલ ફતેમામદ જત અને અમીના ઓસમાણ જત સામે ભચાઉ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓ ભોગ બનનાર અને તેના પતિને સાયલા વાડી વિસ્તારમાં  રૂપીયા બનાવવાની લાલચ આપીને  લઈ ગયા હતાં.  આરોપી ભુવાજી વિક્રમ ભરવાડે  ભોગ બનનાર પરિણીતા ઉપર બેભાન  કરે તેવો પદાર્થ છાંટી અર્ધબેભાન કરી  દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સહીત અન્ય આરોપીઓએ  તેણીને મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. ગાંધીધામમાં ત્રણ શખ્સોએ માર મારી સામુહીક બળાત્કાર ગુજારાયો હોવાના ગત જાન્યુઆરી મહીનામાં બન્યો હતો. ભોગ બનનાર મહિલાએ રસુલાબાદ યુ.પીના રહેવાસી આરોપીઓ મુનેશ, શ્યામજી અને છોટા સામે ગાજીયાબાદ જીલ્લાના કાપસ હેડા જીઆરપી પોલીસ મથકે ગત તા. 19 જાન્યુઆરીના ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ ગાંધીધામના ગણેશ નગર વિસ્તારમાં ગત તા. 13 જાન્યુઆરીના બન્યો હતો. આરોપીઓએ  ભોગ બનનાર મહિલાને  માર મારી તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગાજીયાબાદ જીઆરપી પોલીસ મથકે આવેલી ઝીરો નંબરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd