ભુજ, તા. 5 : કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા
સાથે અગ્રેસર થવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મ દિવસ. કચ્છના યુવા જાગૃત ઊર્જાવાન સાંસદ
વિનોદભાઇ ચાવડા 47 વર્ષ પૂર્ણ
કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે
કચ્છભરમાં તેમના જન્મદિનની ઉજવણી સેવા એ જ સંગઠનના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ તેમજ સાથીઓ અને સંચાલિત સંસ્થા સમાજ
નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, જિલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવાકાર્યોનું
આયોજન કરવામાં આવેલું છે. રાજ્ય અને રાષ્ટ્ર તેમજ દીન: દુ:ખીઓની ઉન્નતિ માટે કર્તવ્યરૂપી
દીપ થકી જીવનપથ ઉજાગર કરો એવી ભાવના, સુસ્વાસ્થ્ય અને ચિરદીર્ઘાયુ
માટે શુભકામના સાથે કચ્છ-મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો,
સ્નેહીઓ દ્વારા મેડિકલ કેમ્પ, આયુષ હોસ્પિટલ,
પક્ષીઓ માટે કુંડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ,
દિવ્યાંગોને સાધન સહાય, ટીબી ગ્રસ્ત દર્દીઓને કિટ
વિતરણ, ગાયોને નીરણ, બાળકોને શિક્ષણકિટ,
શ્રમિકોને રાશનકિટ વિતરણ, દીકરીઓ દ્વારા કેક કટિંગ
વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ - લોકાર્પણના વિવિધ
કાર્યક્રમોનું આયોજન કરી સાંસદના સ્વાસ્થ્ય, ચિરદીર્ઘાયુ માટે
શુભકામના કરવામાં આવશે એવું એમના શુભેચ્છકોની એક યાદીમાં જણાવાયું છે.