મુંબઈ, તા.3 : હેડ
કોચ ગૌતમ ગંભીરે કહ્યંy છે કે તેની ટીમ જોખમ ઉઠાવીને
અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટેનો તેનો આક્રમક રૂખ કાયમ રાખશે અને અમારું લક્ષ્ય
ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિયમિત રીતે 2પ0થી વધુનો
સ્કોર કરવાનો છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પ મેચની ટી-20 શ્રેણીમાં
જોખમ લેવાની રણનીતિ અપનાવી હતી. આથી 4-1થી જીત મળી. પૂણે અને મુંબઈના
મેચમાં નિયમિત રીતે વિકેટ પડવા છતાં અંતમાં 9 વિકેટે 181 અને 9 વિકેટે 237 રનના
સ્કોર સુધી પહોંચવામાં ટીમ ઇન્ડિયાને સફળતા મળી હતી. મુંબઈ મેચની જીત બાદ કોચ
ગંભીરે કહ્યંy, અમે ટી-20 ક્રિકેટ નિયમિત રીતે આ જ રીતે
રમવા માગીએ છીએ. અમે હારથી ડરવા માગતા નથી. અમે વધુ જોખમી રમત રમવા માગીએ છીએ.
અમારા ખેલાડીઓ આ એપ્રોચ સારી રીતે અમલી બનાવ્યો છે. અમે નિયમિત રીતે 2પ0 ઉપરના
સ્કોર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ.