ભુજ, તા. 21 : ઓલ ઇન્ડિયા ચેસ
ફેડરેશન (ફિડે)ના સંયુક્ત ઉપક્રમે ફિડે ઇન્સ્ટ્રક્ટર ચેસ સેમિનારનું આયોજન જી.એસ.સી.
બેંક અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 45 નિષ્ણાત ચેસ કોચને
બોલાવવામાં આવ્યા હતા, જેમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય વી. દાવડાની
રાષ્ટ્રીય કોચ તરીકે નિમણૂક થતાં ફિડે દ્વારા નેશનલ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ અને લાયસન્સ
સર્ટિફિકેટ મેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેઓ કચ્છના પ્રથમ રાષ્ટ્રીય ચેસ કોચ બન્યા
છે. તેમણે 20 શાળા-કોલેજોમાં 60,000 વિદ્યાર્થીને પાયાની નિ:શુલ્ક તાલીમ આપી છે. તેમના
માર્ગદર્શક ભાવેશભાઈ પટેલ છે, જેઓ ગુજરાત ચેસ એસોસીએશનના સેક્રેટરી છે. આઈ.જી.પી. ચિરાગ
કોરડિયા, જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા, નાયબ પોલીસ અધીક્ષક મુખ્ય મથક એ.આર. જનકાતે
તેમને બિરદાવ્યા હતા.