ગાંધીધામ, તા.
21 : ભચાઉ તાલુકાના બાનિયારી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી તસ્કરોએ રૂા. 12,550ની
35 મણ જુવારની ચોરી કરી હતી. બાનિયારી ગામના હરિનગરમાં કાનજી વેલજી પરમાર નામના યુવાને
બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીના દાદીની જમીન સીમમાં આવેલી છે. જેમાં ચાર
મહિના અગાઉ જુવાર વાવવામાં આવી હતી અને 20 દિવસ પહેલા આ જુવાર કાપીને તેની નાની ઢગલી
કરી સુકવવા માટે ખેતરમાં રાખવામાં આવી હતી. ગત તા. 15/12ના આ ખેતરમાં ટ્રેકટર નંબર
જી.જે. 12-એન-7147માં બે મહિલા બે પુરુષ આવ્યા હતા અને 73 ઢગલીમાંથી સાત ઢગલી 35 મણ
કિંમત રૂા. 12,550ની ચોરી કરીને લઈ ગયા હતા. બનાવ અંગે દુધઈ પોલીસે ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.