• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

રુસમાં આયોજિત તરણ સ્પર્ધામાં ભારતીય ટીમના કોચ તરીકે ભુજના ખેલાડી

ભુજ, તા. 21 : સ્વિમિંગ ફેડરેશન ઓફ?ઇન્ડિયા દ્વારા રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે 18મી સાલ્નીકોવ કપની સ્વિમિંગ હરીફાઇ યોજાઇ છે, જેમાં ભુજના અને હાલે અમદાવાદમાં રેલવેના વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા જયદેવ જયેન્દુ શુક્લ ભારતની તરણ ટીમના કોચ તરીકે પસંદગી પામ્યા છે એમ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે. જયદેવ શુક્લ આંતરરાષ્ટ્રીય રેફરી તરીકે પણ આ અગાઉ દક્ષિણ આફ્રિકાના ડરબન સિટી ખાતે પણ ભારત વતી સેવા આપી ચૂક્યા છે તેમજ હંગેરીના બુડાપેસ્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ સ્વિમિંગ કોચ તરીકે કામગીરી બજાવી હતી. ભુજ સ્પોર્ટસ એન્ડ સોશિયલ ક્લબના સભ્યોએ તેમને બિરદાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang