ગાંધીધામ, તા.
21 : બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલની કચ્છ શાખા
દ્વારા ગાંધીધામ ખાતે રણનીતિ-3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. બિઝનેસ કોન્કલેવ
દરમ્યાન એકબીજાના સહકારથી વ્યવસાય વૃદ્ધિ એ ધ્યેય મુજબ વન ટુ વનના ત્રણ રાઉન્ડનું આયોજન
કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો એકબીજાને મદદ કરી શકે તે રીતે જ છ જણના ગ્રુપ બનાવાયા
હતા. વન ટુ વનના ત્રણ રાઉન્ડમાં દરેક પ્રતિનિધિઓએ એકબીજાના ઉદ્યોગ અંગે પરિચય આપ્યો
હતો. આ દરમ્યાન 400થી વધુ રેફરન્સ અપાયા હતા. બપોરનાં સત્રમાં સવજી ધોળકિયાના વકતવ્ય પૂર્વે મીત મોરબિયાએ બી.એન.આઈ.
કચ્છ વિશે માહિતી આપી આગામી સમયમાં 500થી વધુ સભ્યો દ્વારા કચ્છમાં 500 કરોડનો વ્યવાસય વિકસાવવાની નેમ
હોવાનું જણાવ્યું હતું. આ દરમ્યાન બી.એન.આઈ. કચ્છ દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનમાં એક લાખનો
ચેક એનાયત કરવામાં આવ્યો હતો.