મેલબર્ન, તા.21
: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
ઉપર રમાશે. જે બોક્સિંગ ડે ટેસ્ટ છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણી વર્તમાન સમયે 1-1ની બરાબરીએ
છે. ત્રીજો મુકાબલો ડ્રો થયો હતો. કોહલી હવે એમસીજીમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં ઉતરશે
તો ફોર્મમાં પરત ફરવા માટે તલપાપડ હશે. બોક્સિંગ ડે ટેસ્ટ એવી મેચ હોય છે જે ક્રિસમસના
આગામી દિવસે શરૂ થાય છે. કોહલીએ અત્યારસુધીમાં છ બોક્સિંગ ડે ટેસ્ટ રમી છે. જેમાં તેના
બેટમાંથી 45ની સરેરાશથી 540 રન નીકળ્યા છે. કોહલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે
ત્રણ ત્રણ બોક્સિંગ ડે ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમાં એક સદી અને ચાર અર્ધસદી કરી છે.
વિરાટ ભલે એમસીજીમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં નાકામ રહ્યો હોય પણ આ મેદાન ઉપર સતત બે મેચમાં
શાનદાર પ્રદર્શન કર્યું છે. 2014મા ઓસ્ટ્રેલિયા પ્રવાસે બોક્સિંગ ડે ટેસ્ટની પહેલી
ઈનિંગ્સમાં 272 બોલમાં 154 કર્યા હતા અને બીજી ઈનિંગ્સમાં 54 રન કર્યા હતા. 2018મા
કોહલીએ બોક્સિંગ ડે ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 204 બોલમાં 84 કર્યા હતા. ભારતે ત્યારે
ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું હતું.