ગાંધીધામ, તા.
21 : કંડલાની તેલ કંપનીમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ મેળવી બાદમાં રૂા. 23,73,650ની ચૂકવણી
ન કરી છેતરપિંડી, વિશ્વાસઘાત કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
કંડલામાં આવેલી એજીસ વોપેક કંપનીમાં ગત તા. 14/11થી 20/12 દરમ્યાન આ બનાવ બન્યો હતો.
રાજકોટમાં રહેતી મહાકાલી એક્ઝીમ એલ.એલ.પી.ની અધિકૃત વ્યક્તિ તથા બનાવના ફરિયાદી ગૌરવ
નરેશ શેઠને અનંત ગણાત્રા ઉર્ફે રઘુભાઇએ ચાર ગાડીનો ઓર્ડર આપ્યો હતો. ફરિયાદીએ જય બજરંગ
રોડવેઝ ટ્રાન્સપોર્ટના ધનજી મહાદેવ આહીરની ગાડીઓ મારફતે કંડલાની એજીસ કંપનીમાં માલ
ભરાવ્યો હતો. દરમ્યાન, ત્રણ ગાડીનું ચૂકવણુ કરી નાખવામાં આવ્યું હતું. ગાડી નંબર જીજ-39-ટી-4961નું
ચૂકવણુ રૂા. 29,13,650 લેવાનું હતું, જે પૈકી અમુક રકમ ફરિયાદીને મળી હતી, પરંતુ બાદની
રકમ રૂા. 23,73,650 આપવામાં આવી નહોતી, જેથી ઔરંગાબાદના શોએબ શેખ ઉર્ફે શેખ યુનિસ શેખ હબીબ પટેલ તથા હનુમંતા
પેટ્રોકેમિકલ પ્રા. લિમિટેડના ડાયરેક્ટર રાણા શશિકાંત કર્માકરે આ રકમનું ચૂકવણું ન
કરાતાં આ બંને વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો તળે પોલીસે ફરિયાદ નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી
છે.