• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

ફાઇનલમાં ભારતની હાર

દુબઈ, તા.8 : બોલરોના શાનદાર દેખાવ બાદ બેટધરોનાં કંગાળ પ્રદર્શનને લીધે અન્ડર-19 એશિયા કપનાં ફાઇનલમાં બાંગલાદેશ વિરુદ્ધ યુવા ભારતીય ટીમની પ9 રને આંચકારૂપ હાર થઈ છે. બીજી તરફ બાંગલાદેશ ટીમ તેનો ખિતાબ બચાવવામાં સફળ રહી છે. ગત ફાઇનલમાં પણ તેણે ભારતને હાર આપી હતી. અન્ડર-19 એશિયા કપમાં અત્યાર સુધી 8 ખિતાબ જીતનાર યુવા ટીમ ઇન્ડિયાનું નવમો ખિતાબ જીતવાનું સપનું તૂટયું છે. લો સ્કોરિંગ ફાઇનલમાં 199 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ 3પ.2 ઓવરમાં 139 રનમાં ડૂલ થઈ હતી. ફાઇનલમાં 3 અને ટૂર્નામેન્ટમાં કુલ 13 વિકેટ લેનાર બાંગલાદેશનો સ્પિનર ઇકબાલ હસન પ્લેયર ઓફ ધ મેચ અને ટૂર્નામેન્ટ જાહેર થયો હતો. બાંગલાદેશના 49.1 ઓવરમાં 198 રનના જવાબમાં ભારતીય યુવા ટીમ તરફથી કોઈ બેટધર મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. આયુષ મ્હાત્રે 1, આઇપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશી 9, આંદ્રે સિદ્ધાર્થ 20, કેપી કાર્તિકેય 21, કપ્તાન મોહમ્મદ અમાન 26 અને વિકેટકીપર હરવંશ પંગાલિયા 6 રને આઉટ થયા હતા. પૂંછડિયા ખેલાડી હાર્દિક રાજે 24 રન કર્યા હતા. અંતમાં ભારતીય ટીમ 139 રનમાં ઢેર થઈ હતી અને પ9 રને હાર સહન કરીને અન્ડર-19 એશિયા કપનો ખિતાબ ચૂકી હતી. બાંગલાદેશ તરફથી ઇકબાલ હસન અને અજીજુલ હકીમે 3-3 વિકેટ લીધી હતી. અગાઉ બાંગલાદેશ ટીમ તરફથી મોહમ્મદ શિહાબના 40, રિયાન હસનના 47 અને ફરીદ હસનના 39 રનથી 198 રન થયા હતા. ભારત તરફથી યુદ્ધાજીત ગુહા, ચેતન શર્મા અને હાર્દિક રાજે 2-2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd