સિંગાપોર, તા. 2 : ભારતીય યુવા
ગ્રાન્ડ માસ્ટર ડી. ગુકેશ અને ગત ચેમ્પિયન ચીનનો ડિંગ લિરેન મંગળવારે વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપના
સાતમા રાઉન્ડમાં જ્યારે આમને-સામને હશે, ત્યારે તેમનું લક્ષ્ય ત્રણ બાજી ડ્રો રમ્યા
બાદ જીત હાંસલ કરવા પર હશે. 6 ગેમના અંતે હાલ બન્ને ખેલાડી 3-3 અંકની બરાબરી પર છે.
વિશેષજ્ઞોના મતે ખિતાબનો પ્રબળ દાવેદાર 18 વર્ષીય ગુકેશ હજુ સુધી તેનું સર્વશ્રેષ્ઠ
પ્રદર્શન કરી શકયો નથી. તે હજુ સુધી જોખમ લેવાનું ઉચિત સમજી રહ્યો નથી. ગુકેશ મંગળવારે
સાતમી બાજી સફેદ મોહરાથી રમશે. આનો ફાયદો ઉઠાવીને તે લિરેન પર દબાણ બનાવવા માગશે. વર્લ્ડ
ચેસ ચેમ્પિયનશિપ જીતવા માટે બન્ને ખેલાડી માટે સાતમી ગેમ જીતવી ઘણી મહત્ત્વની છે. અહીંથી
મળતી સરસાઇ તોડવી હરીફ ખેલાડી માટે કઠિન બની રહે છે. સાતમી બાજી મંગળવારે ભારતીય સમય
અનુસાર 2-30થી શરૂ થશે.