ક્રાઇસ્ટચર્ચ, તા. 30 : ન્યુઝિલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસને
એવા સમયે ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેણે ઇંગ્લેન્ડ સામે ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રથમ ટેસ્ટ
મેચની બીજી ઇનિંગમાં 26 રનના આંકડે પહોંચ્યો હતો. આ 26 રન સાથે વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં
પોતાના 9000 રન પૂરા કર્યા હતા અને ન્યુઝિલેન્ડ ક્રિકેટના ઈતિહાસમાં 9000 રન કરનારો
પહેલો ખેલાડી બન્યો છે. ન્યુઝિલેન્ડ માટે અત્યારસુધીમાં કોઈપણ ખેલાડી આ આંકડા સુધી
પહોંચી શક્યો નથી. વિલિયમસન બાદ આ યાદીમાં પૂર્વ બેટસમેન રોસ ટેલર હતો. જેણ કીવી ટીમ
માટે ટેસ્ટમાં 7684 રન કર્યા હતા. વિલિયમસન ન્યુઝિલેન્ડ માટે 8 હજાર અને નવ હજાર ન
સુધી પહોંચનારો પહેલો ખેલાડી છે. ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગમાં વિલિયમસન સદીથી માત્ર
સાત રને ચૂકી ગયો હતો અને 93 રને આઉટ થયો હતો જ્યારે બીજી ઇનિંગમાં અર્ધ સદી કરી હતી.
વિલિયમસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9000 પૂરા કરનારો 19મો ખેલાડી બન્યો છે. ટેસ્ટમાં
સૌથી વધારે રન કરવાનો વિશ્વવિક્રમ સચિન તેંડુલકરના નામે છે. જેણે પોતાની કારકિર્દીમાં
15,921 રન કર્યા હતા. સક્રિય ક્રિકેટરોમાં એકમાત્ર જો રૂટ એવો ખેલાડી છે જેનાં નામે
10,000થી વધારે રન છે.