• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ભારતનાં દબાણ સામે નમ્યું પાક

નવી દિલ્હી, તા. 30 : આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ ઉપર રમાશે. એટલે કે પાકિસ્તાનની સાથે સાથે ટૂર્નામેન્ટના અમુક મુકાબલા ન્યુટ્રલ વેન્યુ ઉપર યોજાશે. રિપોર્ટ અનુસાર પીસીબીએ શનિવારે આઇસીસીની બેઠકમાં હાઇબ્રિડ મોડલના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે કે ભારતના મેચ ન્યુટ્રલ વેન્યૂ ઉપર રમાય. જો કે આ માટે પાકિસ્તાને આઇસીસી સામે અમુક શરતો રાખી છે. પીસીબી ઈચ્છે છે કે તેની રેવન્યુને 5.75 ટકા વધારવામાં આવે તેમજ 2031 સુધીમાં ભારતમાં થનારી તમામ મોટી ઇવેન્ટ પણ હાઇબ્રિડ મોડલ ઉપર યોજવામાં આવે.  આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના બહિષ્કારની ધમકીથી પીછેહટ કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસીને કહ્યું છે કે, તે આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારવા તૈયાર છે પણ આઇસીસીએ 2031 સુધીમાં થનારી ટૂર્નામેન્ટ માટે પણ હાઇબ્રિડ વ્યવસ્થા અપનાવવાની મંજૂરી આપવી પડશે. પીસીબીના એક શીર્ષ સૂત્ર અનુસાર બોર્ડે હાઇબ્રિડ મોડલ ઉપર સહમત થવા માટે રાજસ્વ ચક્રમાં વધારે હિસ્સેદારીની પણ માગણી કરી છે.  સુરક્ષા ચિંતાઓનાં કારણે ભારત હાઇબ્રિડ મોડલમાં પોતાના મેચ દુબઈમાં રમશે જેમાં પાકિસ્તાન સામેનો મુકાબલો પણ સામેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી માર્ચમાં થવાની છે. પીસીબીએ પહેલાં ટૂર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી હતી. જેનાથી આ પ્રસ્તાવ થોડો નરમાશ ધરાવતો છે. પીસીબીએ કહ્યું હતું કે, જો મેજબાનીનો પૂર્ણ અધિકાર ન આપવામાં આવે અને ભારતની માગણી સ્વીકરવામાં આવે તો ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang