પર્થ, તા. 23 : પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના 150 રન સામે ઓસ્ટ્રેલિયાની
ટીમ પહેલી ઇનિંગ્સમાં 104 રનમાં ઢેર થઈ હતી. આ સાથે જ યજમાનોના નામે એક શરમજનક રેકોર્ડ
નોંધાયો છે. આ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે પહેલી ઇનિંગ્સમાં
સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં 1947માં ઓસ્ટ્રેલિયા ભારત સામે પહેલા દાવમાં 107 રને ઓલઆઉટ
થયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી અંતિમ વિકેટ માટે મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડે અંતિમ
વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી. જેનાં કારણે ટીમ 100 રનનો આંકડો પાર કરવામાં
સફળ રહી હતી. આ ઉપરાંત ઘરેલુ મેદાનમાં ઓસ્ટ્રેલિયાનો વર્ષ 2000 બાદ ત્રીજો સૌથી ઓછો
સ્કોર છે. ભારત સામે 104 રનની પહેલા કંગારુ ઇંગ્લેન્ડ સામે 2010મા 98 રને અને દક્ષિણ
આફ્રિકા સામે 2016માં 85 રને સમેટાયું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયાનો ત્રીજો સૌથી ઓછો
સ્કોર બન્યો હતો. જેના બાદ ભારત સરસાઇક મેળવવામાં સફળ રહ્યું હતું.