વિધાનસભા ચૂંટણીમાં
શરદ પવાર અને અજિત પવાર એમ કાકા-ભત્રીજાની લડાઈ. અજિત પવારના બળવા પછી પક્ષના બળવાખોર
વિધાનસભ્યોને ઘેર બેસાડવાનો નિર્ધાર શરદ પવારે કર્યો હતો. જનતાને પોતાનો જ ટેકો છે,
એમ શરદ પવાર પુરવાર કરવા માગતા હતા. મહારાષ્ટ્રમાં સ્વબળે 60 વિધાનસભ્યો ચૂંટી લાવવાની
શક્તિ આ પહેલા શરદ પવારે દાખવી હતી. આ વેળા ફક્ત 10 વિધાનસભ્યો શરદ પવાર પક્ષના ચૂંટાઈ
આવ્યા છે, જે શરદ પવાર માટે મોટો આઘાત છે. અજિત પવારના બળવા પછી શરદ પવારે પક્ષ બાંધણી
માટે બધા સૂત્રો હાથમાં લીધા હતા. છેલ્લા દોઢ વર્ષમાં શરદચંદ્ર પવારે રાજ્યભરની મુલાકાત
લીધી હતી. જ્યારે લોકસભાની ચૂંટણીમાં એક સાંસદ ચૂંટાઈ આવ્યો હોય, અજિત પવાર અને તેમના
સમર્થકો વિમાસણમાં હતા. પક્ષમાં ફૂટ પડવાનો ભય વ્યક્ત કરવામાં આવતો હતો. બારામતીમાં
અજિત પવારને પત્નીનાં પરાજયને લઈ વધુ મોટો આંચકો લાગ્યો હતો. અજિત પવાર સમક્ષ અસ્તિત્વની
લડાઈ હતી. શરદ પવારની મુલાકાતો તેથી પવાર દ્વારા થતી ટીકાઓ, લોકોનો મળતો પ્રતિસાદ આ
બધુ અજિત પવાર માટે પડકારરૂપ હતું. તેમાં મહાયુતિમાં અજિત પવારના ભાગે અપેક્ષિત બેઠકો
ન હતી આવી, પણ આ બધી પ્રતિકૂળ બાબતો હોવા છતાં અજિત પવારે પડકારોને માત કર્યા છે. કાકા
શરદ પવારને માત કર્યાનો સંતોષ અજિત પવારને આ પરિણામે આપ્યો છે. મતદારોએ શરદ પવારને
નકારી અજિત પવારના પક્ષને ટેકો આપ્યો છે. ઉભય પક્ષ પરસ્પરોના વિરોધમાં 38 મતદાર ક્ષેત્રોમાં
લડયાં. તે પૈકી બે મતદાર ક્ષેત્રનો અપવાદ બાદ કરતા અન્ય બધા મતદાર ક્ષેત્રોમાં અજિત
પવારનો પક્ષ જીત્યો છે. રાષ્ટ્રવાદી પર હક કોનો તેને લઈ કાયદેસર લડાઈ ચાલુ છે, પણ જનતાની
કોર્ટમાં અજિત પવાર જીત્યા છે! માન્યતા મળી છે. અજિત પવારનો આ વિજય મહત્ત્વનો છે. કાકાનું
સ્થાન લેવાની લાયકાત તેણે પુરવાર કરી છે. બાળાસાહેબ ઠાકરે પછી ઉદ્ધવ ઠાકરે માટે શરદ
પવાર જ પિતૃતુલ્ય માર્ગદર્શકની ભૂમિકામાં હતા. કૉંગ્રેસના મોવડીમંડળે બધા નિર્ણયો લેવાનું
પવારને સોંપ્યું હતું. એકંદરે મહાવિકાસ આઘાડીની બધી વ્યૂહરચનાને પવારના અનુભવનો આધાર
હતો. આઘાડીઓના મનામણા-રિસામણા, વાદ-વિવાદ આ બધામાં તેમનો જ શબ્દ અંતિમ માનવામાં આવતો
હતો. પરંતુ ચૂંટણીનાં પરિણામોએ દાખવી આપ્યું છે કે ચૂંટણી દરમિયાન પવારે ભલે સભાઓ ગજવી
હોય, મહારાષ્ટ્ર છુંદી વળ્યા હોય, પણ લોકોના હૃદયમાંનું તેમનું સ્થાન યથાવત્ નથી રહ્યું.
જોકે, જૈફ ઉમરે પણ તેમને ચૂંટણીમાં કરેલી દોડધામ એક જમાપાસું હોવા છતાં હવે તેમના યુગનો
અંત આવી રહ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં પણ બીજી હરોળના આંગળીના વેઢે
પણ ન ગણી શકાય એવા નેતા છે. એટલે કે પવારે હવે પોતાના પક્ષમાં સંજીવની ફૂંકવાનું અને
નવી નેતાગીરી ઊભી કરવાના પ્રયાસો કરવા પડશે. નિવૃત્તિની ઉંમરે શરદ પવાર માટે આ શક્ય
હશે? અજીત પવારને આ જવાબદારી મળશે?