સિંગાપોર, તા.2પ:
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ થયો હતો. ફાઇનલ મુકાબલામાં વર્તમાન વિજેતા ચીનના
ડિંગ લિરેન વિરૂધ્ધ ભારતના ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ વચ્ચે ટકકર થશે. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો
ફાઇનલ મુકાબલો 11 દિવસ સુધી ચાલશે. કુલ 11 રાઉન્ડ રમાશે. જરૂર પડશે તો ટાઇબ્રેકરનો
પણ સહારો લેવામાં આવશે. એક ગેમ જીતવા પર 1 પોઇન્ટ અને બાજી ડ્રો રહેવા પર બન્ને ખેલાડીને
0.પ પોઇન્ટ મળશે. ચેમ્પિયનશિપ જીતવા માટે 7.પ પોઈન્ટની જરૂર રહેશે. જો ગુકેશ વર્લ્ડ
ચેસ ચેમ્પિયનશિપ જીતશે તો તે વિશ્વનાથન આનંદ પછી આ ખિતાબ જીતનારો બીજો ભારતીય શતરંજ
ખેલાડી બનશે. આનંદ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકયો છે.