• મંગળવાર, 26 નવેમ્બર, 2024

પર્થમાં મહાવિજયનું ટીમ ઇન્ડિયાનું પરાક્રમ

પર્થ, તા. 2પ : કપ્તાન જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 29પ રને યાદગાર વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર 295 રનનાં અંતરથી ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો આ સૌથી મોટો વિજય છે. અગાઉ 1977માં ટીમ ઇન્ડિયાનો મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 222 રને વિજય થયો હતો. આ ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાને પરાજય આપનાર ભારત પહેલી ટીમ બની છે. ન્યૂઝીલેન્ડ સામે 0-3થી મળેલી કારમી હાર ભૂલીને ભારતે શાનદાર જીત મેળવી છે. 534 રનના મહાકાય લક્ષ્ય સામે આજે ઓસિ. 238 રનમાં ઓલઆઉટ થયું હતું. ટ્રેવિસ હેડ (101 દડામાં 89) સિવાયના બેટધરો જામ્યા નહોતા. મેચમાં કુલ 8 વિકેટ લેનાર ભારતીય કપ્તાન જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બીજી ટેસ્ટ એડિલેટમાં તા. 6 ડિસેમ્બરથી રમાશે. જે ડે-નાઇટ હશે અને ગુલાબી બોલથી રમાશે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ8.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કપ્તાન બુમરાહે 42 રનમાં 3 અને સિરાજે પ1 રનમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે સ્પિનર વોશિંગ્ટન સુંદરને 2 અને હર્ષિત રાણા-નીતિશ રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી. ત્રણ વિકેટે 12 રનથી દાવને આગળ ધપાવતાં ઓસિ ટીમ તરફથી ટ્રેવિસ હેડે 101 દડામાં 8 ચોગ્ગાથી 89 રનની સવાર્ધિક ઇનિંગ્સ રમી હતી. મિચેલ માર્શે 47 અને એલેકસ કેરીએ 36 રન કર્યા હતા. સ્ટાર બેટર સ્ટીવન સ્મિથ 17 રને સિરાજના અદ્ભુત આઉટ સ્વિંગમાં પંતને કેચ આપી આઉટ થયો હતો. હેડ અને માર્શ સિવાયના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 1પ0 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરી 29પ રને જીત મેળવી હતી. બુમરાહ એન્ડ કું.ની ઝડપી બોલિંગ ઉપરાંત યુવા યશસ્વી જયસ્વાલની દોઢી સદી અને અનુભવી વિરાટ કોહલીની અણનમ સદીનું પણ ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન રહ્યંy હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang