• મંગળવાર, 26 નવેમ્બર, 2024

આધારકાર્ડ-રાશનકાર્ડ માટે નખત્રાણામાં લાંબી કતારો લાગી

નખત્રાણા, તા. 25 : રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મળતી સહાય તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ખેડૂતોને સહાયની રકમ મળવા માટે આધારકાર્ડ, રાશનકાર્ડ કેવાયસીની કામગીરી ચાલુ છે, ત્યારે નખત્રાણામાં લાંબી કતારો લાગી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારમાંથી 40 કિ.મી.નું અંતર કાપી દરરોજ 200 જેટલા લોકો અહીં આવે છે, પરંતુ કચેરીઓમાં દરરોજ 40થી 50 જેટલા જ અરજદારનું અપડેટ થઇ?શકે છે, ત્યારે 75 ટકા લોકોને ધરમનો ધક્કો થાય છે. કચેરીમાં વધારાના કોમ્પ્યુટર ઓપરેટર નિયુક્ત કરવા રજૂઆતો કરાઇ હતી, પણ કોઇ નિર્ણય ન આવતાં અરજદારોને ધક્કા ખાવા પડે છે. ટોકન પદ્ધતિથી અરજદારોનાં કામ થાય છે, પણ મોટાભાગના અરજદારો પરત જતાં મોંઘાં ટિકિટ?ભાડાં અને સમયનો વ્યય થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang