• મંગળવાર, 26 નવેમ્બર, 2024

વન નેશન વન સબ્સક્રિપ્શનની ઘોષણા

નવી દિલ્હી, તા. 25 : એક કોરડ ખેડૂતોને આવરતા પ્રાકૃતિક ખેતીને લગતા રાષ્ટ્રીય મિશન માટે 2481 કરોડ ફાળવવા અને છાત્રો, શિક્ષકો અને સંશોધનકર્તાઓ માટે વન નેશન વન સબ્સક્રિપ્શન યોજના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. એક મીડિયા હેવાલ મુજબ, બેઠક બાદ પત્રકારોને સંબોધતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈશ્નવે જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં પ્રાકૃતિક ખેતી માટે રાષ્ટ્રીય મિશન, પૈન 2.0 પરિયોજના અને છાત્રો માટે વન નેશન વન સબ્સક્રિપ્શન અંગે નિર્ણયો લેવાયા હતા. વૈશ્નવે કહ્યું હતું કે, માટીની ગુણવત્તામાં સુધારો કરવા અને ખેતીને રસાયણ મુક્ત કરવા માટે દેશના એક કરોડ ખેડૂતોને આવરતા 2481 કરોડના બજેટ સાથેના રાષ્ટ્રીય મિશનને કાર્યરત કરાશે, તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા અન્ય સંસ્થાનો દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવતા છાત્રો, શિક્ષકો અને શોધકર્તાઓ માટે કુલ 30 મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશનોને સમાવતા વન નેશન વન સબ્સક્રિપ્શન યોજનાને લીલીઝંડી અપાઈ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. મોદી સરકારે 1435 કરોડની પૈન-2.0 પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી, જેનો ઉદ્દેશ કરદાતાઓની નોંધણી માટેની સેવાઓના ટેકનિકલ સંચાલિત રૂપાંચરણને સક્ષમ બનાવવાનો છે તેમ પણ વૈશ્નવે ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang