કનૈયાબે, તા. 14 : કનૈયાબે
યુવા ગ્રુપ દ્વારા ગ્રામ પંચાયત ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં વરસામેડી
ઇલેવન વિજેતા થઇ હતી. 54 ટીમોએ ભાગ લીધો હતો. મેચની શરૂઆતમાં રાષ્ટ્રગાન બાદ મુસ્લિમ
અગ્રણી હાજી જુમાભાઇ રાયમાએ ટોસ ઉછાળ્યો હતો. ફાઇનલમાં કેરાની ટીમે 113 રન કર્યા હતા.
વરસામેડીની ટીમ 11 ઓવરમાં જ વિજેતા થઇ હતી. વિજેતા ટીમને રૂા. 35,000 રોકડા અને ટ્રોફી,
રનર્સઅપ ટીમને 21,000 અને ટ્રોફી જે વી. કે. હુંબલના હાથે અપાયા હતા. ટ્રોફીના દાતા
અંજારના એડવોકેટ ગુલામશા શેખ હતા. મુખ્ય મહેમાન
તરીકે અરજણ ખાટરિયા, તાલુકા પંચાયતના સભ્ય મહેશ માતા, હાજી મામદ આગરિયા, સાદીક રાયમા,
મહેમુદશા પીરના મુજાવર હાસમશા બાપુ, ચાંદ્રાણીના સરપંચ ગોવિંદભાઇ, ખીરસરાના સરપંચ મામદ
કટિયા, કોટડાના માજી સરપંચ રમેશ ડાંગર અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા
હતા. આયોજન મૌલાના મુબારક મંધરા પેશ ઇમામ કનૈયાબે, શેખ હાસમશા, અકબરશા શેખ, ઇબ્રાહિમશા
ઉર્ફે ઇભલાકાકા તેમજ કનૈયાબેના ગ્રામજનોએ સંભાળ્યું હતું. આભારવિધિ કનૈયાબેના ઉપસરપંચ
મામદશા ઇસ્માઇલશા શેખ અને હાજી મામદશા હૈદરશાએ કરી હતી.