• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

`દવાની આડઅસર કહેવી ફરજિયાત નહીં'

નવી દિલ્હી, તા. 14 : તબીબો માટે દર્દીઓને દવાની આડઅસર વિશે જાણકારી આપવી ફરજિયાત નથી, તેવો ધ્યાન ખેંચનારો નિર્દેશ દેશની સર્વોચ્ચ અદાલત તરફથી અપાયો હતો. સુપ્રીમ કોર્ટે એ અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દીધો હતો, જેમાં તબીબો તરફથી લખાતી દવાઓની આડઅસરની જાણ દર્દીને કરવી ફરજિયાત કરવાની માંગ કરાઈ હતી. ન્યાયમૂર્તિ  બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથનની ખંડપીઠ સમક્ષ કેરળના જેકબ વડક્કનચેરી વતી વકીલ પ્રશાંત ભૂષણે દલીલો આપી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)નો અહેવાલ ટાંકતાં ભૂષણે કહ્યું હતું કે, દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો દવાઓની આડઅસરના શિકાર થાય છે. ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે, આવી રીતે કરવાથી તો તબીબ આટલા દિવસમાં 10-15થી વધુ દર્દીને તપાસી નહીં શકે. ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું હતું કે, આપણા દેશની હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભારે ભીડ રહેતી હોય છે, એ જોતાં તબીબ દવાઓની સામે આડઅસરો લખવાનો સમય કાઢી શકે તે વ્યાવહારિક નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang