• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

તમામ હોસ્પિટલની તપાસ થશે

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના બોગસ ઓપરેશન કાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે રાજ્યની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. ખ્યાતિ હૉસ્પિટલની ઘટના બાદ તમામ હૉસ્પિટલની તપાસ કરાશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. 12 માર્ચ 2025 સુધીમાં આવેલી અરજીના આધારે હૉસ્પિટલની ક્રૂટિની થશે. નોંધનીય છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટી રીતે જરૂર ના હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઇ હતી. સરકારી સહાય મેળવવાની લ્હાયમાં તબીબો દ્વારા અને ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચારવામાં આવતું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે આ મુદ્દે રાજ્યનો આરોગ્ય વિભાગ અને આખી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડમાં જેનું નામ સામે આવ્યું છે એવા ડૉક્ટર સંજય પટોળિયાની રાજકોટના વિદ્યાનગર રોડ પર ન્યૂ લાઈફ હૉસ્પિટલ હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં આજે ડૉક્ટર સંજય છ જેટલા ઓપરેશન કરવાના હતા. જો કે, આ તમામ ઓપરેશન રદ કરાયા છે. સાથે તેમની ઓપીડી પણ કેન્સલ થઈ છે. દર ગુરૂવારે ડૉક્ટર સંજય રાજકોટ ઓપરેશન કરવા આવતા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang