ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના સિનુગ્રામાં એક મકાનમાંથી
પૂર્વ કચ્છ એસઓજીએ ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. છેલ્લા બે-ત્રણ મહિનાથી અહીં ખેતી કરાતી
હતી. ઝાડના પાંદડા સુકવી ગાંજો વેંચવામાં આવતો હતો. રૂ.1,62,110નો ગાંજો પોલીસે જપ્ત
કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન અંજાર દેવળીયા નાકા જાગરીયા ફળીયામાં રહેનાર મહમદ હાજી
મહમદ હુશેન સૈયદ હાથમાં આવ્યો ન હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો. છેલ્લા
બે-ત્રણ મહિનાથી પંજાબી મહિલા તેના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું.