• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

રાહુલને આઇપીએલમાં પૂરી સ્વતંત્રતા સાથે રમવા મળે તેવી ટીમ પસંદ

નવી દિલ્હી, તા.13 : લખનઉ સુપર જાયન્ટસ  કપ્તાની કરી ચૂકેલા કેએલ રાહુલે આ ફ્રેંચાઇઝીનો સાથ છોડીને મેગા ઓક્શનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. હવે તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે હવે સંતુલિત માહોલ અને પૂરી સ્વતંત્રતા સાથે આઇપીએલમાં રમવા માગે છે. રાહુલે કહ્યં કે હું નવી શરૂઆત કરવા માગુ છું. હું મારા વિકલ્પો શોધી રહ્યો છું અને ત્યાં રમવા જઇશ જયાં મને પૂરી સ્વતંત્રતા મળે. આઈપીએલમાં બહુ દબાણ હોય છે. સીએસકે સહિતની કેટલીક ટીમ એવી છે કે જીત-હારમાં તેમનો ડ્રેસિંગ રૂમનો માહોલ શાંત હોય છે. એક ખેલાડીના રૂપમાં મારા માટે આ ઘણું મહત્ત્વનું છે. હું ફક્ત કપ્તાની કરવા નથી માંગતો. લખનઉ ટીમના ડ્રેસિંગ રૂમનું પણ વાતવરણ શાનદાર હતું પરંતુ કયારેક તમારે ખુદ માટે વધુ સારી શોધ કરવી પડે છે. રમતમાં હંમેશા ઉતાર-ચડાવ આવતા હોય છે. તમારે ધૈર્ય બનાવી રાખવું પડે છે. પોતે કઇ ટીમમાં સામેલ થવા માગશે. તેવા સવાલનો ઉત્તર રાહુલે ટાળ્યો હતો, પણ એમ કહ્યંy કે આરસીબી તરફથી રમવાનો મને સૌથી વધુ આનંદ મળ્યો હતો. આરસીબીમાં વાપસી કરવા માંગશો તેવા પ્રશ્ન પર રાહુલે કહ્યંy બેંગ્લુરુના મેદાન પર હું મોટો થયો છું. એ મારા ઘર જેવું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang