• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

પ્રદૂષણના વધતા સ્તરથી દિલ્હીની પ્રા. શાળાઓના વર્ગો ઓનલાઈન

દિલ્હી, તા. 14 : દેશ જ નહીં, પરંતુ દુનિયાભરમાં સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરાયેલા દિલ્હીમાં ગુરુવારે હવાની હાલત બેહદ બગડી હતી. પ્રદૂષણથી દિલ્હી દાઝે છે. તે વચ્ચે મુખ્યમંત્રી આતિશીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતાં અન્ય આદેશ ન મળે ત્યાં સુધી પ્રાથમિક શાળાના વર્ગો ઓનલાઈન ચલાવવા નિર્દેશ આપ્યા હતા. બીજી બાજુ ભારે ગાઢ ધુમ્મસનાં કારણે દિલ્હી એરપોર્ટ પર 300થી વધુ ઉડાન વિલમ્બમાં પડી હતી. એક મીડિયા હેવાલ મુજબ, દિલ્હી સરકારે શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો હતો કે, સરકારી  અને ખાનગી તમામ શાળાના ધોરણ પાંચ સુધીના વર્ગો બંધ કરવા જણાવ્યું હતું અને શાળા સંચાલકોને અન્ય આદેશ ન મળે ત્યાં સુધી ઓનલાઈન વર્ગો ચલાવવા નિર્દેશ અપાયો હતો. ઠંડી જામવાની શરૂઆત થવા માંડી છે, ત્યારે રાજધાનીના 31 વિસ્તારમાં વાયુગુણવત્તા આંક વકરતાં લોકો વાયુપ્રદૂષણથી પરેશાન થઈ ગયા છે. દિલ્હીમાં આજે સવારે સૌથી ખરાબ વાયુગુણવત્તા આંક (એક્યુઆઈ) 567 જહાંગિરપુરી વિસ્તારમાં નોંધાયો હતો. એ જ રીતે પંજાબી બાગ વિસ્તારમાં 465 અને આનંદવિહાર વિસ્તારમાં પણ તેટલા જ વાયુગુણવત્તા આંક વચ્ચે દિલ્હીવાસીઓ બેહદ ખરાબ શ્રેણીનાં પ્રદૂષણથી બેહાલ બની ગયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang