કોલંબો, તા.6 : ન્યુઝીલેન્ડ
વિરુદ્ધની શ્રીલંકાની વન ડે અને ટી-20 શ્રેણીની ટીમ આજે જાહેર થઈ છે. બન્ને દેશ વચ્ચે
ત્રણ વન ડે અને બે ટી-20 મેચની શ્રેણી રમાશે. શ્રીલંકાની બન્ને ટીમનો કેપ્ટન ચરિથ અસલંકા
છે. ટી-20 શ્રેણીના બે મેચ 9 અને 10 નવેમ્બરે રમાશે જ્યારે ત્રણ વન ડે મેચની શ્રેણીનો
પ્રારંભ 13 નવેમ્બરથી થશે. અગાઉ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યુઝીલેન્ડને ટેસ્ટ શ્રેણીમાં
2-0થી હાર આપી હતી. આ પછી ન્યુઝીલેન્ડ ટીમે ભારતને 3-0થી હાર આપી વાપસી કરી છે. શ્રીલંકાની
ટી-20 ટીમમાં દિલશાન મધુશંકા અને નવોદિત મોહમ્મદ શિરાજને સ્થાન મળ્યા છે. શ્રીલંકા વન ડે ટીમ: ચરિત અસલંકા (કેપ્ટન), પથૂમ
નિસંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, દિનેશ ચંડીમાલ, અવિષ્કા ફરનાન્ડો,
ભાનુકા રાજપક્ષે, વાનિંદુ હસારંગા, મહેશ તિક્ષ્ણા, દુનિત વેલાલગે, જેફરી વેંડરસ, ચામિદુ
વિક્રમાસિંઘે, નુવાન તુષારા, મથીશા પથિરાના, બિનુરા ફરનાન્ડો અને અસિતા ફરનાન્ડો.