મુલ્તાન, તા. 10 : ઇંગ્લેન્ડના યુવા બેટર હેરી બ્રુકે પાકિસ્તાન
વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના આજે ચોથા દિવસે ત્રેવડી સદી 317 રન ફટકારીને વિક્રમોની વણઝાર રચી છે. 34 વર્ષ પછી
ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી કરનારો હેરી બ્રુક પહેલો બેટધર છે. આ સાથે જ
તે ઇંગ્લેન્ડ તરફથી ત્રેવડી સદી કરનારો ઇંગ્લેન્ડનો છઠ્ઠો બેટધર બન્યો છે. હેરી બ્રુકે
તેની ત્રેવડી સદી 310 દડામાં પૂરી કરી હતી. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી ઝડપી
ત્રેવડી સદી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ભારતના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના
નામે છે. તેણે દ. આફ્રિકા વિરુદ્ધ 2008માં ચેન્નાઇ ખાતે 278 દડામાં ત્રેવડી સદી પૂરી
કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી આ પહેલા વોલી હેમંડે 1933માં ન્યુઝિલેન્ડ સામે 3પપ દડામાં
ત્રેવડી સદી કરી હતી. જે રેકોર્ડ બ્રુકે તોડયો છે. આ સિવાય હેરી બ્રુક અને જો રૂટે
પાક. બોલરોની ધોલાઈ કરીને ચોથી વિકેટમાં ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી 4પ4 રનની
ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી કોઈ પણ વિકેટની આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં
19પ7માં પીટર મે અને કોલિન કાઉન્ડ્રીએ 411 રનની ભાગીદારી કરી હતી. અગાઉ પાક. સામે શ્રેષ્ઠ
ભાગીદારીનો રેકોર્ડ સર ગેરી સોબર્સ અને કોનરેડ હંટના નામે હતો. તેમણે 19પ8માં પાક.
સામે બીજી વિકેટમાં 446 રન જોડયા હતા જ્યારે ચોથી વિકેટની શ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ
અગાઉ 201પમાં એડમ વોએઝ અને શોન માર્શે હોબાર્ટ ટેસ્ટમાં 449 રન જોડવાનો હતો. ઇંગ્લેન્ડ ટીમે આજે મુલ્તાન ટેસ્ટમાં પાક. સામે
7 વિકેટે 823 રન ખડકીને તેનો પહેલો દાવ ડિક્લેર કર્યો હતો. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો
ચોથી સૌથી મોટો ટીમ સ્કોર છે. પાકિસ્તાન સામે
ટેસ્ટ ક્રિકેટમાં 800થી વધુ રન કરનારી ઇંગ્લેન્ડ પહેલી ટીમ બની છે. આ પહેલા પાક. વિરુદ્ધ
વેસ્ટ ઇન્ડિઝ ટીમે 19પ8માં કિંગ્સટન ટેસ્ટમાં 6 વિકેટે 76પ રન ખડકયાં હતા.