• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ટેસ્ટમાં પ0, 100, 200 રન સૌથી ઝડપી ગતિએ કરવાનો ભારતનો વિક્રમ

કાનપુર, તા.30 : વરસાદને લીધે બે દિવસ રદ થયા બાદ આજે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે રમત ફરી શરૂ થઇ હતી અને ટીમ ઇન્ડિયાએ વિક્રમોની વણઝાર રચી હતી. પહેલા બાંગલાદેશને 233 રનના સ્કોર પર ઓલઆઉટ કર્યું અને બાદમાં ટેસ્ટમાં ટી-20 સ્ટાઇલથી આક્રમક બેટિંગ કરીને સૌથી ઝડપી પ0, 100 રને 200 રનના રેકોર્ડ બનાવ્યા હતા.  ભારતના પ0 રન ફકત ત્રણ ઓવરમાં એટલે કે 18 દડામાં પૂરા થયા હતા. જે નવો વિશ્વ વિક્રમ છે. આ પહેલા ઇંગ્લેન્ડે આ જ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલા નોર્ટિંગહામ ટેસ્ટમાં 4.2 ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જયારે ટેસ્ટમાં સૌથી ઝડપી 100 રનનો ખુદનો રેકોર્ડ જ ટીમ ઇન્ડિયાએ તોડયો હતો. આજે રોહિતની ટીમે 10.1 ઓવરમાં 100 રન કર્યાં હતા. અગાઉ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં 12.2 ઓવરમાં વિન્ડિઝ વિરૂધ્ધ 100 રન કર્યાં હતા. જ્યારે 1પ0 રન 18.2 ઓવરમાં અને 200 રન 24.2 ઓવરમાં પૂરા કર્યાં હતા. જે પણ રેકોર્ડ છે. આ વર્ષે ભારતીય ટીમ 8 ટેસ્ટમાં 90 છગ્ગા ફટકારી ચૂક્યું છે. જે કેલેન્ડર વર્ષમાં વિશ્વમાં સર્વાધિક છે. ભારતને ઇંગ્લેન્ડનો 89 છગ્ગાનો રેકોર્ડ તોડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang