• મંગળવાર, 23 જુલાઈ, 2024

પેરિસ ઓલિમ્પિક : ભારતના ખેલાડીઓ ચંદ્રકો જીતવા સજ્જ

નવી દિલ્હી, તા. 10 : ટી-ર0 વિશ્વકપ બાદ હવે દેશની નજર ર6 જુલાઈથી શરૂ થનાર પેરિસ ઓલિમ્પિક પર છે. જેમાં પ રમતમાં ભારતીય એથ્લીટ મેડલના મજબૂત દાવેદાર છે. સેરી નદીના કાંઠે યોજાનાર 33મા ઓલિમ્પિક રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ મહિલા દળની ધ્વજવાહક રહેશે તો ટેબલ ટેનિસ ખેલાડી એ. શરત કમલ ભારતીય પુરુષ દળના ધ્વજવાહક રહેશે. આ વખતે 206 દેશના 10 હજાર જેટલા રમતવીરો રમતજગતના મહાકુંભમાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકનું ર6 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આયોજન કરાયું છે. જેમાં ભારતીય એથ્લિટોને પોતાના અગાઉના રેકોર્ડ તોડવાની તક છે. પૂર્વ ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા અને આ વખતે ઓછામાં ઓછા 10 મેડલનો આશાવાદ છે. બોક્સિંગમાં 3, વેઇટ લિફ્ટિંગમાં 3 અથવા 4, બેડમિંટનમાં બે અથવા 3, તિરંદાજી તથા ભાલા ફેંકમાં એક-એક મેડલ જીતવાની આશા છે. ટોકિયોમાં નિરજ ચોપડાએ પુરુષ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang