ન્યૂયોર્ક, તા. 10 : પાકિસ્તાનના નવનિયુક્ત હેડ કોચ ગેરી કર્સ્ટને કહ્યંy કે ભારત વિરુદ્ધ ટી-20 વિશ્વકપની મેચમાં તેની ટીમના બેટધરો 1પ ઓવર બાદ રણનીતિથી ભટકી ગયા હતા દબાણમાં આવી ગયા હતા. એટલે હારનો સામનો કરવો પડયો. ગઈકાલની આ મેચમાં 119 રનનો પીછો કરતા પાકના 1પ ઓવરમાં 4 વિકેટે 84 રન હતા. આખરે તેની ટીમ 7 વિકેટે 113 રન જ કરી શકી હતી. મેચ બાદ પાક કોચ કર્સ્ટને કહ્યંy, આ પ્રકારની પિચ પર સ્ટ્રાઇક રોટેટ કરવી ઘણી જરૂરી હોય છે. આથી હું આપની સાથે સહમત છું કે આ પ્રકારની મેચ જોવા મજેદાર હોય છે. જેમાં બાઉન્ડ્રી કરતા સતત સિંગલ-ડબલ રન મહત્ત્વના હોય છે. અમે 1પ ઓવર સુધી એવું કર્યું, પણ એ પછી રણનીતિથી ભટકી ગયા. પોતાની ટીમ પર ભરોસો વ્યકત કરતા કોચ કર્સ્ટને કહ્યંy આ બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે. તેમને ખબર છે કે તેઓ પાછલી બે મેચથી સારો દેખાવ કરી રહ્યા નથી. સફળ વાપસી કેમ કરવી તે જાણે છે. આ તકે કર્સ્ટને બુમરાહે લીધેલી રિઝવાનની વિકેટ ટર્નિંગ પોઇન્ટ ગણાવાનો ઇન્કાર કર્યો અને આખરી પ ઓવરના ખરાબ દેખાવને હારનું કારણ ગણાવ્યું હતું.