• શનિવાર, 27 જુલાઈ, 2024

મલેશિયા માસ્ટર્સમાં સિંધુ અને પ્રણોય સેમિફાઇનલમાં

કુઆલાલ્મપુર, તા. 26 : ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ખેલાડી પી.વી. સિંધુ અને એચ.એસ. પ્રણોય મલેશિયા માસ્ટર્સ સુપર-પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે, જ્યારે અનુભવી કિદાંબી શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયો છે. વિશ્વ ક્રમાંકમાં 13મા નંબરની ખેલાડી પી.વી. સિંધુએ 18મા ક્રમની ચીનની ખેલાડી યિ માન ઝાંગ સામે 21-16, 13-21 અને 22-20થી રસાકસી ભરી જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ઝાંગના હાથે મળેલી હારનો હિસાબ પણ બરાબર કર્યોં છે. સેમિ.માં સિંધુની ટક્કર ઇન્ડોનેશિયાની ખેલાડી ગ્રેગ્રોરિયા માસ્ટિકા ટી સામે થશે. તેણે ક્વાર્ટરમાં અપસેટ કરીને ચીનની બીજા ક્રમની ખેલાડી યિ ઝાંગને 21-18 અને 22-20થી હાર આપી હતી. મેન્સ સિંગલ્સમાં નવમા ક્રમના ભારતીય ખેલાડી એચ.એસ. પ્રણોયનો સેમિ.માં સામનો ક્રિસ્ટિયન અડિનાટા સામે થશે. તેણે અપસેટ કરીને કિદાંબી શ્રીકાંતને 16-21, 21-16 અને 21-11થી હાર આપી હતી. પ્રણોયે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની ખેલાડી કેંતા નિશિમોતાને 2પ-23, 18-21 અને 21-13થી રોમાંચક હાર આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang